હવે આ લોકોને LPG ગેસ સબસિડી નહીં મળે, સરકારનો મોટો નિર્ણય!

LPG Subsidy Update : એલપીજી ગેસ સિલિન્ડર સબસીડી અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ ઉઠાવનાર લાભાર્થીઓ માટે હવે મોટી રાહત મળે તેવી પણ સૂચના સામે આવી છે પરંતુ હાલમાં જ તમામ લાભાર્થીઓ માટે મોટો ઝટકો સમાન અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દે તો ગેસ સિલિન્ડરની સંપૂર્ણ કિંમત ચૂકવવામાં આવે ત્યારે તમારે સબસીડી પણ તમારા ખાતામાં જમા થતી હોય છે ગેસ સિલિન્ડરની સંપૂર્ણ કિંમત જે લોકો માટે ચૂકવવી મુશ્કેલ પડતી હોય છે તેમને અગાઉ એલપીજી સિલિન્ડરની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડતી હોય છે અને ત્યારબાદ સબસીડી ડાયરેક્ટ તેમના ખાતામાં જમા થતી હોય છે પરંતુ હાલમાં જે અપડેટ સામે આવી છે તે અપડેટ એવી છે કે એલપીજી ગ્રાહકો માટે જે સૂચના ખાસ કરીને સબસીડીને લઈને સામે આવી છે

લાભાર્થીઓની આવકમાં મોટા ફેરફાર

એ પણ એલપીજી ગેસ સિલિન્ડરની સબસીડી નો લાભ ઉઠાવી રહ્યા છે તેમની આવકને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે નવી સિસ્ટમ પ્રમાણે હવે રૂપિયા 10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને રસોઈ ગેસ માટે કોઈ પણ નાણાકીય સહાય આપવામાં આવશે નહીં અને સબસીડીનો લાભ પણ નહીં આપવામાં આવે તેવી વિગતો સામે આવી છે આ સાથે જ કુલ આવકની ગણતરી પરિવારના મુખ્ય સભ્યોના આધારે કરવામાં આવતી હોય છે તેમના જીવનસાથી બંનેની કમાણીને એક સાથે ઉમેરીને જેમ કે પતિ અને પત્નીની બંનેની આવક મળીને દસ લાખથી વધુ હોય તો તેમને સબસીડીનો લાભ આપવામાં નહીં આવે..

આ સિવાય જે નાગરિક નિયમિત આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે તેઓ પણ આ લાભમાંથી બાકાત રાખવામાં આવ્યા છે જે પણ આવકવેરો ફરે છે તેમને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે આ પગલું સરકારી તિજોરીને પડતો બહુ જ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે તેવી વિગતો છે જરૂરિયાત વાળા નાગરિકોને આ યોજનાનો લાભ મળે તે અંગે વિગતો સામે આવી છે અને તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે

વધારે પડતા કનેક્શન રદ કરવામાં આવશે

આ સિવાયની જે વિગતો સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ બે કનેક્શન ધરાવતો હોય ખાસ કરીને એલપીજી ગેસ તો તેમને તાત્કાલિક સબસીડીમાંથી બાકાત રાખવામાં આવશે અને તેમને સબસીડીના લાભાર્થીની લિસ્ટમાંથી બહાર કરવામાં આવશે આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી જેમને આ યોજનાનો લાભ મળવા યોગ્ય છે તેમને જ લાભ મળે અને જે પણ આ યોજનાનો ગેરફાયદા લાભ ઉઠાવી રહ્યા છે તેમને આ યોજનામાંથી બહાર કરવામાં આવશે

યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર લિન્ક ફરજિયાત

આ સિવાય જે વિગતો સામે આવી છે જેમાં ગેસ કનેક્શન પણ તમારા આધારકાર્ડના આધારે લિંક થવું હોય તે ખૂબ જ જરૂરી છે આ પ્રક્રિયા હવે મોટાભાગના ગેસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે જો તમે સબસીડીનો લાભ લાંબો સમય સુધી લેવા માંગો છો તો ગેસ એજન્સી પર જઈને આધાર લિંકિંગ કરાવું ખૂબ જ જરૂરી છે જેથી તમને સબસીડીનો લાભ મળતો રહે.

Leave a Comment